Gujarati Quote in Motivational by Ajay Dhameliya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" દિપાવલી સંદેશ "
આપણું ભાવ જીવન ખીલે અને જીવનવિકાસની દ્રષ્ટિ મળે તે માટે સંસ્કાર કરવાનો ઉત્સવ.
(1) ધનતેરસ - લક્ષ્મીપૂજન.
" પ્રભુ " આ સંપત્તિ તમારી છે. અને તે મારે જીવન વિકાસાર્થે વાપરવી છે. આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મીપૂજન
વિકૃત માર્ગે વપરાય તે - અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે - વિત્ત
પરાર્થે વપરાય તે - લક્ષ્મી
પ્રભુ કાર્યાર્થ વપરાય તે - મહાલક્ષ્મી.

(2) કાળી ચૌદશ - શકિતપૂજન.
વિચાર કરવાનો દિવસ કે " મને મળેલ શકિત મેં યોગ્ય કાર્યમાં વાપરી કે ?
મારી વિત્ત શકિત, બુધ્ધિશકિત, ભૌતિક શકિત યોગ્ય રીતે વપરાય છે ?
પરપીડન માટે વપરાય તે - અશકિત(આસુરી શક્તિ).
સ્વાર્થ માટે વપરાય તે - શકિત.
રક્ષણાર્થે વપરાય તે - કાલી.
પ્રભુકાર્યાર્થ વપરાય તે - મહાકાલી.

(3) દિવાળી - જ્ઞાનપૂજન
(શારદાપૂજનનો દિવસ).
વેપારી ચોપડાપૂજન કરે, સરવૈયું કાઢે, તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઈએ.
રાગ - દ્વેષ, વેર - ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને
પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિશ્ઠા વિગેરે વધ્યા કે કેમ ?

(4) બેસતુ વર્ષ - ધ્યેય પૂજન
નવા નિશ્ચયો, નવા સંકલ્પો, કરવાનો દિવસ.
માણસ સંકલ્પ કરે કે મને મળેલા શ્વાસોશ્વાસમાંથી પ્રભુ કાર્યાર્થે વધારે શ્વાસોશ્વાસ વાપરીશ.
આવા દૈવી સંકલ્પો જીવનમાં ઉભા થાય તે જ દિવાળી છે.
" પગ પકડવાના પ્રભુના અને પગ દોડાવવાના પ્રભુ માટે ".

(5) ભાઈ બીજ - ભાવ પૂજન.
ભાઈ બહેનના ભાવજીવનનો પરમોચ્ચ દિવસ.
સમસ્ત સ્ત્રી જાતિ તરફ માં કે બહેનની દ્રષ્ટિએ સમાજ જોવા લાગશે તો સાચી ભાઈ-બીજ
થયેલી ગણાશે.
સમાજમાં સ્ત્રી માટે જો માંગલ્ય અને પવિત્રપૂર્ણ દ્રષ્ટિ ઉભી થાય તો સદૈવ દિવાળી જ છે.

(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં વિચારોમાંથી)

Gujarati Motivational by Ajay Dhameliya : 111045069
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now