સૌ ના ઘર ની દીકરી હું,
સવારે પેલું મને પૂછે કેમ છે તું.
ઉગુ ત્યાર થી વ્હાલી હું,
હવે કહે છે મહિના પછી પારકી તું.
બે પાન થી અન્ન નામે પ્રસાદ હું,
હવે કહે એ કારણ મને કે કૃષ્ણ ની છો મીઠાશ તું.
જગત આખા નું કન્યા દાન હું,
કેમ ચૂકવું તમને આ કંકુ પાણી નું ઋણ હું.
કૈંક ભલે રહી પ્રભુ નું વરદાન હું,
ફરી ફૂટી નીકળીશ બની તારા વન માં એ "તુલસી" હું.
- ભુમિ પંડ્યા