to be continue........
કંચન અર્થાત ધનસંપતિ માટે જગતભરમાં કેવા ખેલ ચાલી રહ્યા હતા એ આપણે ઇતિહાસમાં વાંચ્યુ છે અને આજે ચાલી રહ્યા છે એ આપણે રોજે રોજ જોઇએ છીએ ત્યારે સરદાર સાહેબ ખરા અર્થમાં કંચનના ત્યાગી હતા.
વલ્લભભાઇએ પોતાના જીવનસંગીની ઝવેરબાનો સાથ ગુમાવ્યો ત્યારે એમની ઉંમર 33 વર્ષની હતી. એ સમયમાં તો પાટીદારમાં એક ઉપર બીજી પત્નિ પણ લાવવામાં આવતી મતલબ કે એક પત્નિ જીવતી હોવા છતા બીજી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવતા. વલ્લભભાઇની તો ઉંમર પણ બહુ નાની હતી અને સાવ નાના બે સંતાનોની જવાબદારી પણ એમના માથે હતી આથી એમના પુન:લગ્ન માટે પરીવારમાંથી દબાણ શરુ થયુ પણ વલ્લભભાઇ આ માટે તૈયાર ન હતા.
સરદાર સાહેબ 33 વર્ષની યુવાન વયે વિધુર થયા અને 75 વર્ષની ઉંમરે અવસાન પામ્યા આ 42 વર્ષમાં એકપણ ઘટના એવી નથી બની કે સરદાર સાહેબના ચારિત્ર્ય પર કોઇએ આંચળી ચીંધી હોય. આ 42 વર્ષનો ઇતિહાસ તપાસો તો પણ ખબર પડે કે સરદાર સાહેબે એમના જીવનની કોઇ અંગત પળો જ રહેવા દીધી નહોતી. બહાર હોય ત્યારે લોકો અને કાર્યકરોથી ઘેરાયેલા હોય અને જ્યારે ઘરે હોય ત્યારે દિકરી મણીબેન સાથે હોય. પુરુષ તરીકે તમારી પાસે પદ અને પ્રતિષ્ઠા બંને હોય ત્યારે સ્ત્રીથી પોતાની જાતને દુર રાખવી એ કોઇ સાચો સાધુ જ કરી શકે બાકી કોઇનું કામ નહી.
સરદાર વલ્લભભાઇ પટેલ સંસારી હોવા છતા સાધુ ચરીત મહાપુરુષ હતા.
?JAI SWAMINARAYAN?