હિંચકો મને બોલાવે…
------------------------
મારી એકલતાનો સાથી
મારા સુખોનો સંગાથી
જેના ટેકે કપરાં સમયે
આંસુ કેટલાય સાર્યા
હસતાં - રમતાં - ગીતો ગાતા
પ્રભુ નામ પણ સંભાર્યા
સદા દોડતો મારી સંગાથે
હું થાકું પણ એ ના હાંફે
રોજ રોજ દેતો એ સાદ
મીઠો લાગે મને એનો કિચૂડાટ
એક એક ઠેસે સંસ્મરણો કેટલાય
દોડી દોડી આવે!
હા… હિંચકો મને બોલાવે….
અમિષા શાહ _અમી