#Love You Mummy
વહાલી મા,
ઘણીવાર હોઠ પર આવતાં અટકી ગયેલા શબ્દોને કાગળની હોડીમાં દિલની વાત કરીને મારે તને આજે થેન્ક યુ કહેવું છે, નહિ તો દિલ પર એક વજન કાયમ રહેશે!
વાત મારા જન્મ પહેલાંની પણ મને સાવ સાચ્ચે સાચ્ચી જાણવા મળેલી! સતર વર્ષે તું એક ગભરુ ચકલી જેવી સાસરીના માળામાં ઊડીને આવી. નવા માળાનો ફફડાટ, સાહેબગીરી, પીંછાં ખેરવવાના ફેમિલી પોલિટિક્સ વચ્ચેથી છોડાવવા તને સમાજે સલાહ આપી કે ફરી સાસરીમાં પગ ન મૂકતી, ઘણા રસ્તા છે! ત્યારે તારા ઉદરમાં મારો સળવળાટ થયો ને ચકલી જેવી એક છોકરીમાં ‘મા’ જીવી ગઈ ને મારું અસ્તિત્વ પણ!
લવ યુ મા!
તારી ઋણી પુત્રી