Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#....અભાગીયો જીવ પામી ના શકે...#....

.......... (ભાગ -૧).......

મારે વાત કરવી છે,રાજસ્થાનના અભાગી જીવ, કવિ"આશોજી રોહળીયા એમના ભત્રીજા ઇશ્વરદાસજી અને શેષાવતાર લક્ષમણજતિની"

દુનિયાઆખી રામના ભજન કરે,શિવની સ્તુતિ કરે પણ આ કવિરાજે તો શેષાવતાર લક્ષમણજતિની ઉપાસના કરી.લક્ષમણજી વિશે એકથી એક ચડે એવી અગણિત કવિતાઓ લખી અને ગાઇ.

પણ"આશોજી રોહળીયા",એક તો"ચારણ"અને ઊપરથી કવિતાનો નશો,એટલે થોડા અભિમાની અને અક્કડ બુદ્ધિના હતા.

એક સમયની વાત છે,એકવાર લક્ષમણ જતિ ને એમ થયું કે,આ દેવીપુત્ર ચારણ મારો આટલો મોટો ઉપાસક છે,આવી સારી-સારી કવિતાઓ રચે છે,ચાલને એકવાર પ્રત્યક્ષ જઇને એના મોઢે જ કવિતાઓ સાભળી આવું.આવો વિચાર કરી લક્ષમણજી સવારનાપહોરમાં "સાધુનો વેશ"ધારણ કરીને પહોંચી ગયા"આશોજી"ના આંગણે.અને જઇને એમની સાથે વાત કરી કે"હે આશોજી,મેં સાંભળ્યું છે કે,તમે શેષાવતાર લક્ષમણજતિની અદ્દભુત કવિતાઓ કરો છો.મારે એ સાંભળવી છે.સંભળાવો ચાલો."આશોજી"બોલ્યા કે"મહારાજ કવિતાઓ એમ કંઈ ઉગતાની સાથે સંભળાવાય નહીં,એનો એક ખાસ સમય હોય,હજુ તો મેં સવારના કહુંબાપાણીયે નથી કર્યાં,ને તમે કવિતા સાંભળવાની વાત કરોછો?તમારા રહેવા-ખાવાની બધી વ્યવસ્થા થઇ જશે,પણ કવિતા એમ તમે કહો એમ ના સંભળાવાય.સમય આવ્યે સાંભળી લેજો.
એ સમયે બાજુમાં ઊભેલા"ઇશ્વરદાસજી"ની ઊંમર પંદરેક વર્ષની,અને કાકાની બધી કવિતાઓ એમને કંઠસ્થ હતી ,એમણે સાધુને કહ્યું કે"બાપુ કાકા તો અત્યારે નહીં સંભળાવે પણ તમને વાંધો ના હોય તો હું કવિતાઓ સંભળાવવા તૈયાર છું."અને કહેવાય છે કે ભગવાન લક્ષમણજતિની સામે મહાત્મા "ઇશ્વરદાસજીએ"પંદર વર્ષની ઊંમરે કવિતાઓનો મંડ્યો ધોધ છોડવા હો ભાઇ,બાવાને મોજના તોરા માંડ્યા છૂટવા,બાળકના માથે હાથ મૂકી દિધો.અને ત્યાંથી સાધુ નિકળી ગયા.

રાતે સપનામાં"આશાજી"ને આવીને કહ્યું કે,"હે આશોજી,આખી જિંદગી તેં મારી કવિતાઓની આટલી અદ્દભુત રજૂઆત કરી,અને અભાગીયા જ્યારે સાધુના વેશે હું સાંભળવા તારી પાસે આવ્યો ત્યારેજ તું મને ના સંભળાવી શક્યો?"આશોજી ને પસ્તાવો થવા લાગ્યો હો ભાઇ...અહોહોહો...આ શું થઇ ગયું મારાથી?ફરી લાગી ગયા પોતાના પ્રભુને રિઝવવા.ખૂબ આરાધના કરી.એટલે એક દિવસ ફરી એકવાર લક્ષમણજી સપનામાં આવ્યા,અને બોલ્યા કે,"હે આશોજી હવે જો તારે મારા સાક્ષાત દર્શન કરવા હોયતો એક રસ્તો છે,તારે ગુજરાતમાં"જુનાગઢ",જ્યાં મહાશિવરાત્રીનો મેળો ભરાય,ત્યારે ત્યાં આવવું પડશે.તો મારા દર્શન શક્ય બને."આશોજી પૂછે છે કે,"પ્રભુ ત્યાં તો એ સમયે હજારો સાધુ-બાવાઓ હશે,એમાં મારે તમને શોધવા કેમ?"ત્યારે લક્ષમણજી બોલ્યા કે,"જે ધૂણી ની જાળ,એટલે કે ધૂમાડો પવનની સામી દિશામાં જતો હોય,એ ધૂણો મારો હશે,અને એની બાજુમાં હું બેઠો હોઇશ,ત્યાં આવીને તું મને મળજે."આટલું કહી પ્રભુ અંતર્ધાન થઇ ગયા.
રાજસ્થાનથી પહેલીવાર ઇશ્વરદાસજી,કાકા આશોજી સાથે "જૂનાગઢ" આવે છે,શંકરના મેળામાં.ગોતતાં ગોતતાં એ ધૂણો મળ્યો,એ સાધુ મળ્યો,અને આશોજી એ સાધુવેશમાં રહેલા લક્ષમણજતિનાં પગ પકડી લીધા હો ભાઇ, આંખમાંથી આંહુણાઓની ધાર વહે છે,માફ કરજો પ્રભુ મારાથી ભૂલ થઇ ગઇ.સાધુએ આશિર્વાદ આપી બેસાડ્યા.અને કવિતાઓની રેલમછેલ બોલી હો બાકી...બધું સમુસુથરું પાર પડ્યું,ભક્તને ભગવાનનું મીલન થયું.

વાત પૂરી..?

ના હો....જરાય નહિં...

........(ક્રમશઃ )......

Gujarati Motivational by Kamlesh : 111042770
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now