બા ને મુકવા જતા
ચાલો બાળકો આજે તમને કયાંક બહાર લઈ જાઉં,એકપણ સવાલ પુછ્યા વગર ધ્રુજતા હાથે બા એ મારો હાથ પકડી લીધો અને ચુપચાપ બેસી રહેલા બા _આખો દિવસ બડબડાટ કરતા બા_
આખો દિવસ અમારી ફીકર કરતા બા_
કેમ ચૂપચાપ છે બા_શુ મારી ને પત્ની ની વાતો સાંભળી લીધી હશે? મનમાં વિચાર નું ધમાસાણ યુધ્ધ ચાલી રહ્યું હતું.
કેવો દીકરો હું બાનો કે કાલની આવેલી પત્ની ની વાત માં આવીને બા ને પત્ની એ સર્ચ કરેલ "ઓલ્ડ એજ હોમ માં" મૂકવા ચાલ્યો!
બાએ અમને મોટા કરવામાં કેટલી તકલીફ વેઠવી હશે, બાપુ નો સ્વભાવ, ન જેવી આવક (પણ અમને જરાયે ઓછું ના આવવા દે ,) પૈસા નો હોય તો બાપુ ના દારૂ ,સીગારેટ માટે પોતાની બચત માંથી કાઢી ને આપતી બા_અને ન આપે ત્યારે બાપુનો માર ખાતી બા_ચુપ ચાપ રડતી કોઇને પણ ,પીયર માં પણ વાત ના કરતી બા_
અને હું સાવ નઠારો, સ્વાર્થી, લાલચુ અને લાચાર અહેસાન ફરામોસત બા ને મુકવા ચાલ્યો?
બાપા ના ગયા પછી બાએ મારા લગ્ન કર્યા મારા છોકરાને ને મોટા કર્યા , પત્ની ની આડોડાઈ પણ સહન કરી કે ઘરમાં શાંતિ બની રહે, ને હું નગુણો,, બાનો ગુનેગાર બાને મુકવા ચાલ્યો?
આશ્રમ ના દરવાજા પાસે જ મારા જેવડો જ એક જુવાન સસ્મિત વદને બાને આવકારવા માટે હાથ માં સરસ મજાનો બુકે સાથે ઉભો હતો તરત જ બાએ એનો હાથ પકડી લીધો ને એકપણ વખત પાછળ જોયા વગર ચાલી ગયા! અને હું બાઘાની જેમ ,મુઢ ની જેમ પરવશ થઇને જોતો રહ્યો ,લડતો રહ્યો. ..્્્