#LoveYouMummy
વ્હાલી મમ્મી,
લગ્ન પછી તારી કિંમત બરાબર સમજાય છે. નોકરી પરથી ઘરે આવ્યા બાદ મારાં બોલવા વગર મારાં થાક કે ઉદાસીને ઓળખી જતી તું રોજ જ યાદ આવે છે.
મને ખબર છે, સાસરે આવીને હું અહિયાં વ્યસ્ત થઈ ગયી છું. પણ તમારાં જીવનમાં મારી જગા કોઈ નહીં ભરી શકે. તારી નજરથી જોઉ તો હું દુનિયાનો સૌથી વધારે કિંમતી અને અનોખો નંગ છું. એટલે જ તો તારી સાથેની ફોન પરની દસ મિનિટની વાત પણ મારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારી દે છે. થેન્ક યૂ તો નહીં કહું તને કારણ કે તું મમ્મી છે મારી. તારી સાથે કોઈ ફોર્માલિટી નહીં કરું, બસ મારી આંખ જોઈને તું મારી લાગણી વાંચી લેજે.