#LoveYouMummy
પ્રિય મમ્મી,
આજે મારી તારા પ્રત્યેની લાગણીઓ દર્શાવવા નો એક નાનો પ્રયાસ કરું છું...
મમ્મી મારા માટે તું એટલે મારી મા કે મારી મિત્ર જ નહીં પણ મારા સુખ દુઃખ નું સરનામું , મારી લાગણી ઓ ઠાલવવા નો અંતિમ પડાવ...!!! મને એક વાત નું હંમેશા આશ્ચર્ય થાય કે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય તું હમેશા શાંત જ હોય, ભાગ્યેજ ગુસ્સો કે અકળામણ...!!! અને તારી આપેલી હિંમત ને કારણે હું મારી જિંદગીના કપરા અને પરવશતા ના એ બે વર્ષ એટલે કે મારી જીંદગી નું 15 મું અને 16 મું વર્ષ કાઢી ને ફરી દુનિયા સામે ઊભા રેહતા શીખી...! તેં જાણે તારું વિશ્વ મારા પૂરતું જ સીમિત કરી દીધું હતું...!!!
હું એક જ પ્રાર્થના કરું છું કે આવતા જન્મે ભગવાન તને મારી દીકરી બનાવે...!!! તો જ કદાચ થોડુંઘણું પણ હું તારું ઋણ ઉતારી શકું...!!! મમ્મી, ગમશે ને તને... આમ,મારી દીકરી બનવું...!?