મારી વાતો... (1)
મનને કેવી રીતે મનાવુ સાલુ માનતુ જ નથી.... કેટલીએ વાર સમજાવ્યું કે....દરેક ના દિલ ના ખૂણામાં રામ હોય છે..... પણ.... સમય બદલાયો છે...સાહેબ.... લોકોના કામ જોઈ રાવણ મા પણ હવે મને રામ દેખાય છે....
(1) રામાયણ સમજાય તો સમજ જો મારા વ્હાલા... રાવણ મોક્ષ મેળવવા સીતાને ઉપાડી ગયો તો કેમકે રામના હાથે મરવાથી એને મોક્ષ મળે અને રામના પગલા લંકામાં પડતા એ પવિત્ર થાય.......
(2) સીતા માં ને રાવણ અડક્યો પણ ન હતો છતાં દર વર્ષે આપણે એને બાળીએ છીએ... આની બદલે દર દશેરાએ બળાત્કારના આરોપીઓને બધા વચ્ચે બાળતા હોત તો ખરા દશેરા કેવાત....
( 3) સીતા માં પવિત્ર હતા. છતાં અગ્નિ પરીક્ષા આપવી પડી..... હજીએ આપણે આ ચાલુ જ રાખ્યુ છે કોઈ છોકરી ની છેડતી થાય તો એનું ઘરમાંથી નીકળવાનું બંધ.... ફેસ બૂક કે ઈન્સ્ટ્રામાં કોઈ અજાણ્યો છોકરો હાઈ લખે.... છોકરી ઓડખતી ન હોય છતાં ... એનું ફેસ બૂક ઈન્સટ્રા વાપર વાનુ બંધ... છોકરાઓના ફોન ક્યારેય મા બાપ ચેક નઈ કરે પણ છોકરીનો સાદો ફોન હશે એમાય બેનપણી જોડે થોડુ હસીને વાત કરશે તો એને ટોકવામાં આવશે..... હજી ઘણુ છે..... ???.......