તારા વિના તો એક પળ નથી જતો ..
આ દિવસો કેવી રીતે જશે!
તારા વિના તો મારી સવાર નથી પડતી...
આ સાંજ કેવી રીતે જશે!
તારા વિના તો હાસ્ય નથી આવતું...
આ આંસુ કેવી રીતે જશે!
તારા વિના તો આંખ પલકારો નથી મારતી...
આ રાત કેવી રીતે જશે!
તારા વિના તો હૃદય ધબકારો હવે ચૂકતું..
આ જીવન કેવી રીતે જશે!