Gujarati Quote in Song by Devanshu Patel

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંજ

થયું, લાવ જોઉં, ખીસાઓ ચકાસું
પડે સાંજ પહેલાં હિસાબો તપાસું.....!

રખે કોઈ ચિઠ્ઠી રહી હો ખીસામાં,
ભુલાયું હો કાર્ય ના કોઈ દિશા માં;
સમય રહેતાં પાણી ની પાળો ચકાસું,
પડે સાંજ પહેલાં હિસાબો તપાસું....!

જે ખોયું મેં આજે લઉં હું ઉધારી,
થયેલી ભૂલોને લખી દઉં સુધારી;
રહી જાય ના કોઈ ભૂલો ચકાસું,
પડે સાંજ પહેલા હિસાબો તપાસું....!

દુઃખો ની નોંધો બધી લઉં જમા હું,
સુખો ને નાખીશ ઉધાર માં હુ;
સુખ દુઃખ ના સાચાં હું કારણ ચકાસું,
પડે સાંજ પહેલાં હિસાબો તપાસું....!

રખે કોલ દીધાં રહ્યા હો અધૂરાં,
દીધાં હોય જખ્મો, મેં વચને મધુરાં;
જતાં પહેલાં ખાતાંઓ સૌનાં ચકાસું,
પડે સાંજ પહેલાં હિસાબો ચકાસું.... !

-દેવાંશુ પટેલ
શિકાગો
10/17/18

Gujarati Song by Devanshu Patel : 111039594
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now