Gujarati Quote in Microfiction by Sahal Shah

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક એ કહેતી કે મને એવું લાગે કે કોઈ કેમેરો આપડા બંને નો ક્લોઝઅપ શોટ લઇ રહ્યો છે.. બહુ ધીરે ધીરે આપણી ઝૂમ થાય છે.. ક્યારેક એ એની નરમ આંગળીઓ વડે મારો હાથ પકડી ને બહુ જોર થી દબાવતી એ આવું કેમ કરતી એ મને નહોતી ખબર પણ મને એની આ આદત બહુ ગમતી..
------------
ક્યારેક એ મારી તરફ જોઈ રહેતી.. એની આંખો માં એક ઉદાસી જોવા મળતી.. તો હું મારા રૂમ ની દિવાલ પર લાગવા માં આવેલી એક પેન્ટિંગ જોતો.
જેમ એક છોકરી રેલ ના દરવાજા આગળ ઉભી હતી... અને એક છોકરો હાથ માં પીળા ફૂલ લઈને પ્લેટફોર્મ પર એની તરફ દોડતો નજરે પડતો..
પ્રેમ જો આશાની થી પ્રાપ્ત થઇ જાય તો એ પ્રેમ નથી હોતો. આ બસ મારા મન નો ખ્યાલ છે..
એ મારી તરફ જોતી અને પછી દીવાલ તરફ અને ઉભી થઇ ને એ પેન્ટિંગ પાસે જતી.. ત્યારે એના પાયલ નો રણકાર આખા રૂમ માં ફેલાઈ જતો.. અને એની પાયલ ના રણકાર ને સાચવી ને હું મારા કામ ના સુરક્ષિત કરી દેતો.
એ પાછી વળી ને જોતી અને કહેતી,.. શું જોવે છે?
હું કહેતો દેખાતું નથી..
તો ?
સાંભળું છું..
શું ?
મ્યુઝીક
અહિયા ક્યાં કોઈ મ્યુઝીક છે ?
હું કહેતો જે આ રૂમ માં જે નીરવ શાંતિ છે એ
શાંત મ્યુઝીક છે..
અને એ કહેતી હા મૌન એક મ્યુઝીક છે.. એને શાંતિ થી સંભાળ તું..
-----------
એ હું જે ખુરશી માં બેસતો એની નીચે બેસતી અને મારા ઢીંચણ પર એનું માથું મૂકી ને મૌન ને સાંભળતી..
અને મારી આંગળીઓ એના રેશમી વાળ માં આપો આપ ફરવા લગતી. હું એના વાળ માં આંગળીઓ ફેરવું તો એ મારા પગ ના અંગુઠા ને હળવો સ્પશૅ કરતી..
એની માસુમિયત હું હાલ પણ મારા અંગુઠા ને સ્પર્શ કરી ને મહેસુસ કરી શકું છું..

Gujarati Microfiction by Sahal Shah : 111039455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now