Gujarati Quote in Story by Harshad Patel Pij

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિવસ મારે ઑફિસેથી ઘેર જવાનું મોડુ થઈ ગયું હતું જેમ તેમ ઑફિસનું કામ પતાવી ને હું સ્ટેશન તરફની રિક્ષા પકડી સ્ટેશન પહોચ્યા પછી મારી ટ્રેન આવવાની ખાલી પાંચ મિનિટ બાકી હતી
મને સમયસર પહોંચી યાનો આનંદ પણ થયો કારણ કે જો મારી આ ટ્રેન નીકળી જાય તો બીજી મને બે કલાક પછીની મળે આમતો મારી પાસે ટ્રેનમાં બેસવાનો પાસ હતો માટે ટિકિટ લેવાની કોઈ ઝંઝટ ના હતી હું સીધો અંદર જઈને દાદર ચઢવા જતો હતો ત્યારે એક કાકા પણ મારો દાદર ચડી રહ્યા હતા મને મનમાં થયું કે લાવ હું તેમનો હાથ પકડીને દાદર ચડાવવામાં મદદ કરું પણ હું બોલું તે પહેલા તેઓ બોલીયા બેટા મને દાદર ચઢવા માં તકલીફ પડે છે તો મને જરા મદદ કરને....ભગવાન તારું ભલું કરશે
મને થયું ચાલ ને ટ્રેન આવવાની વાર છે તો કાકાને મદદ કરું!
મે તેમનો ડાબો હાથ પકડ્યો ને તેમણે દાદર ચડવામાં મદદ કરી કાકા એક પછી એક પગથિયું ચડતા હતા મને મનમાં થોડોક આનંદ પણ થતો હતો કે હું કોઈ ને મદદ માં તો આવી શકું છું
ત્યાજ મારા કાને ટ્રેન નો અવાજ સંભળાયો હજી અમો દસ પગથિયા પણ ચડી શકીઆ નથી ને ટ્રેન તેની ગતિએ પ્લેટફોર્મ ઉપર આવીને ઉભી રહી
મને મનમાં વિચાર આવ્યો કે કાકાને આમજ મૂકીને ચાલીઓ જાઉં!
ને મારાથી તેમણે ઉતાવળ કરો તેમ કહેવાય પણ નહિ કારણ કે તેઓ એક પગે અપંગ હતા સફેદ કાપડના પાટા બાંધેલા દેખાતા હતા
આમ થોડા ઘણા વિચારો કરતો હતો ને ટ્રેન હોર્ન મારીઓ કે તે ઉપડવાની તૈયારીમાં છે આ બાજુ મારે બીજા લગભગ પંદર પગથિયા ઉતરવાના બાકી હતા બસ તરત ટ્રેને તેનું એન્જિન ઉપડવા ચાલુ કર્યું પછી એક મિનિટમાં ટ્રેન પ્લેટફોર્મ ની બહાર નીકળી ગઈ અમો આ બાજુ દાદર થી નીચે ઉતરવા માં થોડાક પગથિયા બાકી હતા ને પછી ધીરે ધીરે ઉતરી પણ ગયા
ત્યારબાદ મે કાકાને બોકડે બેસાડ્યા ને હું જેવી વિદાય લેતો હતો તરત તે કાકા બોલિયા બેટા તારી ટ્રેન કેટલા વાગે છે!
હું તો અહી રાત વાસો કરવાજ આવિયો છું મારે ક્યાંય જવાનું નથી બેટા
તું ચાલી જજે તેને મોડું ના થાય!
કેટલા વાગે તારી ટ્રેન આવશે!
હું અડધું રડતા ને અડધું હસતા બોલીઓ બસ કાકા એક ગઈ ને બીજી આવશે એના ટાઈમે....
બસ જા બેટા તારા પ્લેટફોર્મ ઉપર ચાલી જા.
સારું કાકા હું જાઉ છું તમે બેસો નિરોતે
હું પણ હવે નીરોતે મારા બોકળે બેસૂછુ
બે કલાક માટે...!!!
ને મે થોડાક હસતા મોઢે વિદાય ત્યાંથી લીધી.
આવી કરી મે એક કાકાની મદદ...
કેવી લાગી તમને!

Gujarati Story by Harshad Patel Pij : 111039394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now