કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં…

ફૂટી ગયેલા આરપારતાને વળગીને,
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે,
એમ આપણને ઉગ્યો સબંધ…

પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં,
જોજનનાં પૂર હવે વેહતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી,
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ,
મને લાગતું ન ક્યાંક મારું હોવું…

હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

– રમેશ પારેખ

Gujarati Story by Krishna Timbadiya : 111039021
Kamlesh 8 year ago

હું તો હંમેશની જેમ જ એકદમ મસ્ત જુઓ....મહાદેવની મસ્તીમાં એકદમ મસ્ત ...

Krishna Timbadiya 8 year ago

bs majama .. tme? #kamlesh

Kamlesh 8 year ago

કેમ છો ?

Krishna Timbadiya 8 year ago

સાલમુબારક #kamlesh

Kamlesh 8 year ago

સાલમુબારક ...નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ..

Kamlesh 8 year ago

હજુ કેટલી રાહ જોવડાવશો ક્રિષ્નાજી??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now