આજકાલના છોકરાઓને બાઇક ને ફોર વ્હીલર ચલાવવાનો ભારે શોખ હોય છે
નવું બાઇક જુવે કે નવું ફોર વ્હીલર જુવે એટલે તેમને ચલાવવાનો ઉમંગ ને શોખ જાગે છે પરંતુ ઘણા લોકો પાસે લાઇસન્સ હોતા નથી તેથી તેમણે પાછળ થી ભારે નુકસાન થાય છે
સાથે સાથે તેમના ઘરના વડીલોને પણ ચિંતામાં નાખી દેછે
વ્હિકલ ચલાવવાના પણ સરકારી નિયમો હોય છે પણ તે નિયમોની ઐસીતૈસી કરી ને પણ પોતાના અથવા બીજાના વ્હિકલો લઈને રોડ ઉપર નીકળી જાય છે પછી ઓવર સ્પીડ ઓવર ટેક આ બધું તેઓ જાણી જોઈને કરતા હોય છે
ને જ્યારે તેમણે નાનો કે મોટો એક્સીડન્ટ થાય છે ત્યારે તેઓ તો ઠીક પણ તેમના ઘર વાળા પણ પાછળ થી હેરાન થાય છે
જીદગી નાની છે તો તેને વધુ નાની ના બનાવો કારણ કે જો તમે જ નહિ હો તો તમારા ઘર ના લોકોનું બીજું કોણ હશે!
તમારી એક ભૂલ બીજાને ઘણી મોટી સજા આપેછે
આગળ ચાલો પણ પાછળ વાળા નો પણ વિચાર કરજો
સમય કરતાં જીદગી વધુ કિંમતી હોયછે
તેને હંમેશા સેફ રાખો...પાયમાલ આમજ ના કરશો.
ટેક કેર....