ઈશ્ક-કમીના
========
ફાટેલા કપડા જોઈ કુતરાઓ ભસવા લાગ્યા. ગણકાર્યા વગર અંદર ગયો. મોઢામાંથી છેક છાતી સુધી વધેલી દાઢી પર લાળ પડી રહી. લથડીયા ખાતો ક્રોસ સામે ઉભો. જીણી જીણી આંખો ઓટલા ઉપર લાગેલી તકતી ઉપર પડી. નિ:સાસો નીકળી ગયો. મેલા ઘેલા કોટની અંદરના ખિસ્સામાંથી એક મીણબત્તી કાઢી. બીજા ખિસ્સામાંથી એક ગુલાબનું ફૂલ હાથમાં પકડી ફૂલને જોતો રહ્યો. એની નજર સાથળ ઉપર માળીએ મારેલ ડંડાથી લાલ થઇ ગયેલ ચાંઠા ઉપર પડી. ફૂલ જોઈ એને હળવું સ્મિત વેર્યું. સાથળ ઉપર લાગેલા ઘાવને ખંજવાળતા પેન્ટના ખિસ્સામાંથી વાળેલી ચોળેલી સિગરેટ કાઢી સીધી કરી. ખિસ્સામાંથી માચીસ કાઢી. તીલ્લી સળગાવી. તકતી ઉપર પડેલી મીણબત્તી સળગાવી અને તીલ્લી આડો હાથ રાખી સિગરેટ સળગાવી. થોડીવાર એ સિગરેટના ધુમાડામાં ઓગળ્યો. ગુલાબ મીણબત્તીની બાજુમાં મુક્યું. ત્યાજ ફસડાઈ પડ્યો. ભૂખ્યો તરસ્યો સિગરેટના દમ મારતો રહ્યો. જીભ હોઠ ઉપર ફેરવતો. સિગરેટની રાખ જેમની તેમ દાઢી ઉપર ખરતી રહી.
થોડીવાર રહી એ સફાળો જાગ્યો. તકતી ઉપર હાથ ફેરવી સ્વગત બબડ્યો.
”રીના”
ફૂંક મારી મીણબત્તી ઓલવી. વાટ સાફ કરી ખિસ્સામાં મૂકી. ફૂલ ઉઠાવી બીજા ખિસ્સામાં મુક્ય