સ્થિતપ્રજ્ઞ...
ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ એટલે શું એ ઉલ્લેખ છે. આ પ્રમાણે જેની બુદ્ધિ સ્થિર થઈ હોય અને જેનું મન સંકલ્પવિકલ્પથી રહિત બનીને પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરી ચૂક્યું હોય, તેને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે.
એ વ્યક્તિત્વની અંદર અને બહાર પ્રવર્તી રહેલ પરમશાંતિ એ એનું પ્રતિક છે. આવું વ્યક્તિત્વ ગમે તે સ્થળ, કાળ, સ્થિતિમાં પણ એ જ પરમ શાંતિનો અનુભવ કરાવે છે. જાણે એને કોઈપણ આવેગ, વિષય, વસ્તુથી કાંઈજ લેવાદેવા ના હોય..
આવી શાંતિ કેવળ મનબુદ્ધિની પર જવાથી મેળવી શકાય છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા આધ્યાત્મિક સાધનાનું આલંબન લેવું જોઈએ અને તેના થકી આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. કોઈ બાહ્ય વસ્તુ કે પરિસ્થિતિ પર એનો આધાર પણ નથી રાખવો પડતો.
મને આટલી માહિતી મળી છે... કોઈ પાસે હોય તો મને શેર કરજો...
#sweetbeatfrdzzzzz