Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસને કયારેક એવી ઇચ્છા કેમ થતી નથી કે એક દિવસ હું કોઇ એવું કામ કરું કે કોઇનું તેમાં ભલું થાય!
બસ કાયમ તે પોતાનું કે કયારેક પોતાના ફેમીલીનું જ વિચારતો હોયછે.
ખરેખર માણસ કયારેક તેનો સ્વભાવ સ્વાર્થી પણ બતાવતો હોયછે જયારે પોતાનું પેટ ભરાઇ જશે પછી જ તે બીજાનું વિચારતો હોયછે.
એક દિવસ મારે એક પ્રસંગમાં જમવા જવાનું હતું સાથે સાથે મારા પડોશીને પણ જમવા જવાનું હતું હું એ સમયે જરા ઘરકામમાં વ્યસત હતો તેથી મારા પડોશી મિત્રને મે કહી રાખેલું કે તમે જમવા જાવ તો મારો સંગાથ કરજો આમ કહીને હું મારા કામમાં લાગી ગયો આમ ને આમ બપોરના બાર વાગી ગયા તરત મે પડોશીને તેમના ઘરમાં બુમ પાડી કે ભાઇ ચાલો જમવા કદાચ મોળું થઇ ગયુ લાગેછે....
તેમના ઘરમાંથી તેમની પત્ની ની બુમ સંભળાઇ અરે એ તો ક્યારનાય જમવા નીકળી ગયાછે ને હવે તો તે જમીને આવતા પણ હશે!
હું મુઝાયો આમ કેમ મે તેમને કહેલું કે સમય થાય તો મને કહેજો આપણે બંને સાથે જમવા જઇશું!
પછી હું જરા ઉતાવળે ચાલ્યો કદાચ જમવાનું પતિ ના જાય
પેલા ભાઇ મને રસ્તામાં મળ્યા ને બોલ્યા જાવ જાવ હજી જમવાનું ચાલું જ છે.
મે તમને બારીમાંથી કેટલીય બુમો પાડી કે હાલો જમવા સમય થઇ ગયો છે કદાચ તમે કામને લીધે નહી સાંભળી હોય...
હવે એક બુમ પાડી નથી ને જુઠૂં કેટલું બોલેછે!
આ પણ માણસના સ્વભાવમાં હોયછે વાંકમાં પડે એટલે કોઇ પણ કારણ જણાવી દે.
જુઠું બોલવું એ માણસના સ્વભાવમાં જ હોયછે.
ગાંધીજીએ ત્રણ વાંદરા બતાવયાછે જે સાચુ છે
એક ખોટુ બોલવું નહી
ખરાબ જોવું નહી
ને ગમે તેવુ સાંભળવું નહી
આમાંથી કોઇ જ લક્ષણ આજના માણસોમાં દેખાતા નથી એથી ઉલ્ટું થાયછે
ખોટૂં બોલો, ખરાબ જુઓ, ને ગમેતેવું સાંભળો.
કદાચ તમારે સારી જીંદગી જીવવી હોય તો....આટલું અવશ્ય પાળો.

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111037639
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now