માણસના નસીબમાં કયારેય દુખ નથી હોતુ પણ જયારે તેનો જન્મ થાયછે ત્યાર બાદ પછી તે કરતા કર્મોના આધારે તેની જીદગીમાં દુખ ને સુખની રેખાઓ પડતી હોયછે જે તેને તેના નિસ્ચીત સમયના આધીને તેને પૃથ્વી ઉપર ભોગવીને પરલોક જવુ પડતુ હોયછે એ નિયમ દરેકને પાડવાનો હોયછે ને તેમાં આજ સુધી કોઇ છટકી શક્યુ નથી ને કુદરત તેને છટકવા પણ નહી દે માટે માણસના કર્મોના આધારે દુખ સુખની ગતીઓ લખાતી હોયછે.
તેથી હે માનવ, તુ માનવનું રુપ લઇને આ લોકમાં આવયોછે તો એક સાચો માનવ થઇને જીવી લે નહી તો જે તે થવાનુછે તે સમયે થઇને જ રહેશે ભલે તુ સાત સમુન્દર પેલે પાર જાય પણ તારી કર્મોની ગતિવિધી તો તારી પાછળ ધીમે ધીમે આવી રહીછે ને તારી આજુબાજુની હાલચાલ તે પણ જોતી રહીછે.