પ્રતીક્ષા...
પ્રેમ કર્યો છે તો પ્રતીક્ષા પણ કરવી જ પડે,
પ્રેમમાં ક્યારેક થોડું તો ચલાવી લેવું જ પડે.
દુપટ્ટો બાંધી માથે અજનબી પણ બનવું પડે,
ક્યાંક કોઈ જોઈ જવાની બિકે ડરવું પણ પડે.
નાસતા ભાગતા આવી મજા પણ કરવી જ પડે,
સસ્તો નથી પ્રેમ ભાઈ ખર્ચો પણ કરવો જ પડે.
થોડી ચિંતા, થોડુ હેત તો થોડો ગુસ્સોય કરવો પડે,
છે આ જવાબદારી, સરખે ભાગે વહેંચવી પણ પડે.
નાદાની નથી કોઈ, થોડી જાગૃકતા પણ રાખવી પડે,
આગળ વધવા આ વાત ઘરવાળાને પણ કરવી પડે.
નસીબ હોય તો ઠીક, નહિ તો ચોપડી પણ જોવી પડે,
નહિતર ચરણે પડીને સૌને લગ્ન માટે મનાવવું પણ પડે.
કામ આ કંઈ સહેલું નથી પાપલપોપલ બચ્ચાઓનું,
અરે જવાબ ' ના ' હોય તો, લઈને ભાગવું પણ પડે.
બાકી, પ્રેમ કર્યો છે તો પ્રતીક્ષા પણ કરવી જ પડે,
લગ્ન પહેલા હોય કે પછી તૈયારી તો રાખવી જ પડે.
મિલન લાડ. વલસાડ - સુરત.
#lagninopaheloahesaseprem
#kajalozavaidyafansclub