છે સતત મારી સાથે મારો પડછાયો ,થાય અંધારું તો ઓગળી જાય છે ...
મારા માં પાછો સમાઈ જાય છે ..
છે ઉજાસ જ
ચાહે સૂર્ય કે ચંદ્ર તો ,
થાય જુદો મારા થકી મારો પડછાયો ...
સતત ભ્રમ કરાવતો જાય ...
લાંબો થાય ને ફરી ટૂંકો થઈ જાય ,
કદીક દેખાય કદીક છૂપાય જાય ...
ઓળખ મારે શું છે એ ભ્રાંતિ થતી જાય ,કરે બધું જ મારા જેવું હંમેશા ,,ફક્ત અંધારું થાય તો મને છોડી જાય ...