Gujarati Quote in Story by Mahendra Sharma

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉઠો જાગો...

તમને કોઈ મિત્ર 5 રુપિયાની ચોકલેટ ખવડાવે અને પછી કહે યાર 500 રૂપિયા આપી દે , પાછા નહીં આપું પણ ચોકલેટ ખવડાવવા આવતો રહીશ તારા ઘરે.

અરે 500 નહીં 5000 આપ , ચોકલેટ સાથે વેફર પણ આપતો રહીશ. અને બીજા લોકોને કહીશ કે મારો મિત્ર 5 ના 5000 કરી આપે છે.


અચ્છા ચલ, કોઈ એમ કહે કે હું 9 દિવસ કશુંજ નહીં ખાઉં, બસ મને એક ફ્રિજ અપાઈ દે, અથવા એક સ્કૂટર અપાઈ દે. 


હું રોજ ચાલીને તારા ઘરે આવીશ, મારા છોકરાને પાસ કરાવ, મારા મમ્મી ને મરતા બચાવી દે, પપ્પાની બોટલ છોડાવી દે હું તને એક લીટર દેશી ઘી આપી જઈશ.


કેમ, કૈંક ક્યાંક સાંભળેલું લાગ્યું કે હજી વાર્તા વાંચતાં રહેવું છે. તમારા મિત્રની આવી હરકતો તમને નહીં જ ગમે, કેમકે તમે ભગવાન નથી. ભગવાન જેવી સહનશક્તિ તમારામાં નહીં જ હોય. 5 ના 5000 તમે નથી કરવાના કે નથી તમે કોકની બોટલ છોદાવવાના. પણ ભગવાન મલ્ટી ટાસ્કિનગ છે એ બધું કરે. કેમ? દવા વગર દર્દી ઠીક થાય અને કશુંજ ખાધા વગર જો પેટ ભરાય, એ તમે માનવા તૈયાર છો એટલેજ ભગવાનને ભક્તો જથ્થાબંધમાં મળે છે.


કેમ ભોલેનાથને ચોવીસ કલ્લાક નહાતું રહેવું પડે છે અને કેમ કાન્હાને સવારે ઉઠીને બંસરી વગાડવી પડે છે? એ બેઉ શાંત ભગવાન છે બહુ ગુસ્સે થતાં નથી એટલે સ્ટ્રેસ રીલિવ કરવા એક ઠંડા થવા નહાતા થાય અને બીજા બાંસુરી વગાડી પોતાનું ટેંશન ઓછું કરે છે. એક માતાજી જ છે જે ગુસ્સે થાય અને આંખ અને જીબ લાલ કરી ગુસ્સો વ્યક્ત કરે છે એટલે એમનાં ગુસ્સાથી બચવા આપણે થંડું ખાઈ ઠંડા થઈએ અને માતાજીને ગળ્યું પ્રસાદ આપી શાંત કરીએ.


સૌથી વ્હાલા મને હનુમાનજી લાગે છે,આ કળયુગમાં સૌથી  મોટી રોજગાર યોજના એમણે જ શરૂ કરી. દર 200 મીટરે હનુમાનજી તમને મળશે, એમનો ડ્રેસ કોડ નક્કી છે એટલે બહુ ખર્ચો પણ નથી કરાવતા કોઈને. એમણે તો રામજીની ભક્તિમાં કેસરિયો ગુલાલ શરીરે તેલ સાથે ચોંટાડયો પણ લોકો તો એમને 50 ગ્રામ તેલથી નવડાવી તેલનાં કુવાની માંગણી કરી જાય છે. પણ એ ભોળા બહુ, હંમેશા હાથ જોડીને ઉભા હોય છે જાણે કહેતાં હોય


ઉઠ જાગ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહાં જો સોવથ હૈ..

Gujarati Story by Mahendra Sharma : 111035519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now