#kavyotsav
શમણાંની જંજાળ
(લાગણી)
શમણાંને પણ હોય છે કાયમ ટૂટવાની જંજાળ
આવે બંધ આંખે કે ખુલ્લી આંખે
એક જ એની જાત એ ઉડે મોટી પાંખે
મનમાં ભરાય એની ટંકશાળ
શમણાંને પણ હોય છે કાયમ ટૂટવાની જંજાળ...
જ્યાં મીઠાશ મમળાવી જરા ચગાવ્યા
વ્હાલથી પંપાળી એમને જરા જગાવ્યા
ત્યાં કોઈએ એમાં પાડી પસ્તાળ
શમણાંને પણ હોય છે કાયમ ટૂટવાની જંજાળ...
એક-બે નહિ સામટા આવ્યા
હૈયે મધુર ઉછાળ લાવ્યા
વધી ગઈ છે હમણાં-હમણાં એની રે રંજાળ
શમણાંને પણ હોય છે કાયમ ટૂટવાની જંજાળ...
~ વૈશાલી રાડિયા