# KAVYOTSAV
હું યાદ આવીશ
હું યાદ આવીશ એક દિન,જ્યારે હું હોઇશ શાંત ગગનમાં!!
જો ખબર હો'ત મને પહેલેથી જ,તો ખુદાને કહેત જુદાઈ દે મને વેલા!!!
ગજબનો નિયમ છે આ દુનિયાનો, જીવતાની કદર અહી થતી નથી ને, મૃત્યુ બાદ સારે છે આસું!!
આભાર માન એ ખુદાનો ,જેને આપી એક જીંદગી મજાની,
તો શા માટે નાંખે છે નિશાસો??મારી યાદોમાં!!
હું યાદ આવીશ એક દિન,જ્યારે હું હોઇશ શાંત ગગનમાં...
યાદો તો ઘણી આપી છે તારી જિંદગીમાં ,
તો પછી શિદ વિરહે છે મારી યાદોમાં!!!!
ભલે નાં હોઉ શરીરરૂપે તારી જિંદગીમાં,
પણ સદાય રહીશ ચિરસ્મરણીય તારી યાદોમાં!!!
હું યાદ આવીશ એક દિન,જ્યારે હું હોઇશ શાંત ગગનમાં.....
યાદ નાં કર એટલો બધો તારી જિંદગીમાં,
નહિતો હું પણ લલચાઈશ પાછો આવવા તારી જિંદગીમાં!!
પણ શકય નથી પાછું આવવું તારી જિંદગીમાં,
કેમ કે હું જ નીકળ્યો છું અવિરત પ્રવાસે!!!!
એટલું જ કહું છું હું તુજને યાદ ના કર મુજને,
ક્યાંક એવું ના બને કે તું પ્રાણ છોડે મારી યાદોમાં!!!!!
હું યાદ આવીશ એક દિન,જ્યારે હું હોઇશ શાંત ગગનમાં......!!!
- mahender