Gujarati Quote in Whatsapp-Status by Hina Modha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav .. યાદો ની કષ્ટિ..

નહોતી ખબર કે નથી જાણતી
શુ કામ આપડે મળ્યા..!?

છતાંય કોઈ રંજ નથી કે શુ કામ મળાવ્યા!!
એક અંદરની તૃપ્તિ છે કે સારું મળ્યા..

જે ક્યારેય નતી અનુભવતી,,
એ તારી સાથે ની એક અદ્રશ્ય મુલાકાત થી જ અનુભૂતિ થઈ ગઈ..!!

કોઈ ઈશ્વર નું પ્રયોજન કે આપણું લેણું કે દેણુ!!!
પણ હું તો માનું કે મને અહેસાસ થયો અનેરો અજાણતાં જ!!

મળ્યા ને મીઠા અહેસાસો કરાવ્યા શમણાં ઓ ની દુનિયામાં જ,,
અનેક જબરદસ્ત જજબાતો ઝાંઝવાના જળ સમાં ઉછળતા રહ્યા!

મૃગજળ ની મંજિલ પર બસ ભાગતા જ ગયા વિના કોઈ વિચાર....!!!
પણ અનેરી મોજ મળી આ પ્રેમરૂપી અસ્તિત્વ ની ખોજ માં..!!

ભલે અમુક અભરખા ઓ ને અવકાશ ના મળ્યો
કે ના મળ્યા આપડે!!!

પણ નસીબ ,કિસ્મત ને કરિશ્મા બધા ને પર જઈ ને પણ
આપણો નાનકડો એવો પ્રેમ પુષ્પ સમી કળી બનીને રહી ગયો!!!

નતી ખબર કે એવા પણ અહેસાસો થશે જ્યાં
એકબીજાને નફરત રુપી પ્રેમ પણ કરવો પડશે એ પણ વિચારી ને..!!

કાશ ...થયા કરે ક્યારેક કે કદાચ ખરેખર મળ્યા હોત તો આ જિંદગી માટે.....!!!
તો એકબીજાની સામે ઓઝલ બની ને ના રહી ગયા હોત જાણીજોઈને...!!!

જ્યાં નથી કોઈ નવી યાદ કે નથી કોઈ જૂની ફરિયાદ
કે નથી અનેક વાતો ભર્યા સંવાદ કે નથી વેદના ભર્યા વિખવાદ
પણ છતાંય કઈક છે જે વિના કોઈ બદલાવ જોડાયેલ છે!!

જે છે એ માત્ર કૈક અનેરો અહેસાસ છે જ્યાં મળવા કે ઝલક ની પણ જરૂરીયાત નથી ને કદાચ નસીબ માં પણ નથી જ..!!

પણ શું કરીએ કુદરત ના દરબાર માં એનું જ ચાલે
અનેક અશ્ક રૂપી દરિયા ઓ વહેતા રહ્યા....!!!!

ને તોય આપડી અદભુત સંવેદના ને વેદના ભરી યાદોરૂપી કષ્ટિ બસ વહેતી જ રહી...વહેતી જ રહી..

-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111035078
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now