#કાવ્યોત્સવ
'આવું તો ચાલ્યા કરે,
હું છું ને !'
એક 'દિ અચાનક
કો'કે ટકોરા માર્યા,
મેં હળવેથી કમાડ ખોલ્યા.
આમતેમ જોયું
કોઈ દેખાયું નહીં,
કમાડ પાછા બંધ કર્યા
હશે જે હશે તે !
પણ,
પણ ત્યારથી ઘડી ઘડી
એક અવાજ સંભળાયા કરે
'આવું તો ચાલ્યા કરે,
હું છું ને !'
વિચારે ચડ્યો ....
અત્યાર સુધી કેટલી
તડકી છાંયડી જોઈ...
તો પેલો અવાજ
'આવું તો ચાલ્યા કરે,
હું છું ને !'
કેટલી ઠોકરો ખાધી
'ને તો ય ચાલવા માંડ્યું...
તો ફરી પાછું !
'આવું તો ચાલ્યા કરે,
હું છું ને !'
કેટલા સંબંધો થયા !
કેટલાક ગમ્યા 'ને
કેટલાક ખમ્યા..
તો પાછું !
'આવું તો ચાલ્યા કરે,
હું છું ને !'
ઘણું હસ્યો 'ને
ઘણાં વહાવ્યા અશ્રુ...
તો ફરી એ જ
'આવું તો ચાલ્યા કરે,
હું છું ને !'
હવે તો થાક્યો....
આવું ક્યાં સુધી !!!!
તો ફરી !
'આવું તો ચાલ્યા કરે,
હું છું ને !'
હવે હું છંછેડાયો
આ શું ? કોણ છે ?
તો ફરી...
'આવું તો ચાલ્યા કરે,
મને ન ઓળખી !!!
અરે હું જીંદગી !!!'
અને,
અને,
અને...... !!!!
પછી
કમાડ ખુલીને
ધડામ્ દઈને બંધ
થવાનો અવાજ આવ્યો.
~ અતુલ દવે