તું જાણે છે... ???
કેટલા ત્યાગ અને સમર્પણથી મેં આપણાં સંબંધ ને જીવતો રાખવા પવિત્ર પ્રયત્નો કર્યા છે...???
...અને હવે મારો સૌથી મોટો ત્યાગ એ હશે કે...
હું મારા હૃદયના ધબકતા એ ટુકડાને મારાથી અલગ કરીને એ મંજિલે પહોંચાડીશ કે જે સ્થાન તારા માટે ખુશીનું કારણ છે...
કે જે સ્થાન તારા માટે અનંત અનુકૂળતાનું સ્થાન છે...
અને... ત્યારે...
તારી પાસે મારી સામે પ્રેમ વ્યક્ત કરવા શબ્દો નહિ હોય... હશે માત્ર...
કદી ન ખૂટે એવી અનંત આત્મીય લાગણી... જે શબ્દોથી નહિ પણ હૃદયના આંસુથી વ્યક્ત થતી હશે...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'