મોટી ઉંમરે લોકોની યાદશક્તિ ઓછી થઈ જાય છે જ્યાં સુધી કોઈ વ્યક્તિની ઉમર નાની હોય ત્યાં સુધી બધું જ યાદ રહેતું હોયછે.
નાના બાળકો ને પૂછો તો તે બધુજ પટ પટ બોલી જશે કે સવારે શું ખાધું હતું કે બપોરે શું ખાધું હતું કે રાત્રે શું ખાધું હતું
પણ મોટા વડીલને પૂછશો તો તેમણે કલાક પહેલા ની વાત યાદ નહિ હોય.
કારણ કે જેમ જેમ ઉમર વધેછે તેમ તેમ શરીર ના અંગો ની કામ કરવાની ક્ષમતા ઓછી થતી જાય છે.
ઘણા લોકો માને છે કે બદામ કે દૂધી ખાવાથી બુદ્ધિ આવેછે આ બધી વાતો બુકમાં શોભેછે.
ખરેખર યાદશક્તિ વધારવા માટે સખત મહેનત કરો તો તે જરૂર વધશે કામ કરવાથી શરીરમાં લોહી નું પરિભ્રમણ થતું હોય છે ને જો કોઈ અંગોને પૂરતું લોહી ના મળે તો તે અંગો કામ કરવાનું ઓછું કરેછે કાં તો કાયમ બંધ કરી દે છે.
જો બેઠા બેઠા ખાવાનું પચતું હોય તો પછી બીજું કરવાનું જ શું છે!