મુઠ્ઠી હાડકાં પણ વજ્જર જેવી જાત
છોને પાતળો પણ અડગ એની વાત
મીઠું ઉપડે દેશ સકલ ઉકળે સંગાથ
એની લાકડીએ સ્વતંત્રતાનું પ્રભાત
વિદેશી માલ,છોડી વસ્ત્ર સ્વનાં કાંત
ખાદી અંગેને સ્વઅધિન કરી જાત
છોડો હિંદ એ હાકલ થકી દિધી ઘાત
ચોફેરે છવાયા ,સરદાર નેહરૂ ને સુભાષ
આવી આખરે પંદર ઓગસ્ટની એ રાત
અર્ધી રાત્રે આઝાદી ને કરશે ઈતિહાસ
લોહિયાળ બે બાજુને મોહન થયો ઉદાસ
કાયા એની કંતાયેલી ઉપર થી ઉપવાસ
ગોળીઓ બની ઘાત,શબ્દ આખરી હે રામ
બાપુ દેહ છોડી બન્યા ભારત આખાની યાદ
...-----દેવાંગ દવે