# Kavyotav
મારા શબ્દો
હસ્યા હશે કોઈ
વાંચી મારા શબ્દો
રડ્યા હશે કોઈ
જાણી મારા શબ્દો
ફરક ક્યાંક તો પડતો હશે
અમારી હાજરીનો
એમ જ થોડા નીકળે છે
સારા શબ્દો
મન મસ્ત બની
નાચે જ્યારે
ત્યારે નીકળે છે
પ્યારા શબ્દો
ભીતર હૈયામાં હોય જ્યારે
સ્નેહની સંવેદનાઓ
બને છે એટલે જ
ઘાયલ શબ્દો
અહમ ઓગળે છે જ્યારે
નિજ અસ્તિત્વનો
નીકળે છે ત્યારે
અંતરાત્માના શબ્દો