#kvyoutsav
ગઝલ
નજરથી નજર આ શુ મળી પણ ગઈ હશે
ત્યારે જ મારા હૃદયમા લાગણી થઇ હશે
આખ હશે મારી કોરી કોરી કદાચ !
અને આસુંઓથી પલળી પણ ગઈ હશે
રાતતો જાય છે બસ સપનાની સાથે
સપનાની સાથે સંધ્યા ઢળી પણ ગઈ હશે
જે પહોચાડવા માંગતો હોઈશ કોઈ વાત ;
કદાચ કયારેક તૂ સાંભળી પણ ગઈ હશે
ને કરી હશે ક્યારેક નયને નયનથી વાત
ને 'રિયાઝ' કોઈ વાત ટળી પણ ગઈ હશે,
રિયાઝ મીર ગઝલકાર ભલગામ