#kavyotsav
શહેર...
નવા નવા સપનાઓ બતાવે,
મનમાં નવા તરંગો જગાવે,
પૂરા થઈને પણ જે અધૂરા રહે,
એ ગામડું નહિ એ જ તો શહેર છે.
આપણું, બધાનું કોઈ સમજતું નથી,
હું, મારું નો જ્યાં ફક્ત દંભ હોય.
સંકુચિતતા જ્યાં પ્રબળ બને,
એ ગામડું નહિ એ જ તો શહેર છે.
સહિયારું ભોજનનો ક્યાં સ્વાદ ?
અહી તો, એક આવે ને એક જાય!
પ્રેમ ભાવની ના કદર, ના દરકાર
એ ગામડું નહિ એ જ તો શહેર છે.
જ્યાં રાત પણ ધોળો દિવસ લાગે,
વાર તહેવાર પણ સાવ નીરસ લાગે.
હજારોની ભીડમાં જ્યાં એકલું લાગે,
એ ગામડું નહિ એ જ તો શહેર છે.
સરનામું હોય તોય ઘર ના જડે,
ના લીમડા સમી કોઈ છાયા જડે.
અતિથિ જ્યાં બારણે ભૂંડો લાગે,
એ ગામડું નહિ એ જ તો શહેર છે.
હા છે! અહીં ટેકનોલોજી ઘણી,
દૂર છતાં પણ સઘળું પાસ લાગે.
તોય લાગણીનો જ્યાં અભાવ લાગે,
એ ગામડું નહિ એજ તો શહેર છે.
માત પિતાનો જ્યાં આદર ના થાય,
વાતોની જેમની અવગણના થાય.
અને પત્નીની હાં મા હામી ભરાય !
એ ગામડું નહિ એ જ તો શહેર છે.
મિલન લાડ. વલસાડ - સુરત.