પૂછે જિંદગી જો કેમ હો
ગળું ખોખરીને પડકાર દો
લાવવા સ્મિત બીજાના મુખ પર,
આંખોમાં માંથી તેની આંસુ લો.
ઉંચુ કરી માથું મોબાઈલમાંથી
પૂછ બાજૂ વાળને કેમ છો ??
હોય જ્યારે પ્રભુનો સાથ
રાખવો નઈ પછી કોઈનો ભો
લઈ લીધો છે નિર્ણય જ્યારે
ના વિચારવું એ કર્યું હોત તો
બની જાય જીવન સુંદર
હોશ એવું જ બીજ બો.
શ્રેયસ ત્રિવેદી
#kavyostav