આકાશ ઉપાધ્યાયની વાર્તા આગળ....
માલિકે ડોગીની ખૂબ જ શોધખોળ કરી પણ ફરી એ મળયોજ નહી. માલિકે પેપરમાં
જાહેરાત આપી અને ઈનામ જાહેર કરયું
પણ ડોગી કયારેય ન મળયો..
રાજ : પછી !
મીરા : પછી શું માલિક બીજો ડોગી લઈ આવ્યા પણ હા એ પેલા ડોગી જેવો પ્રેમ કયારેય ન આપી શકયો માલિકને એ ડોગીની
કમી માલિકને આજીવન રહી..
રાજ : ઓહ ઓકે .. પણ તે મને આ સ્ટોરી
અત્યારે મારા સવાલના જવાબમાં કેમ જણાવી!
મીરા : રાજ તું સાવ ડફર છે હોં ..
મારી હાલત કહું કે દરેક પ્રેમીની હાલત લાઈફમાં કયારેક પેલા ડોગી જેવીજ હોય છે..
તું મને ભાવ ન આપે , ટાઈમ ન આપે ,
ઘુત્કારે , મારી વેલ્યુજ ન હોય ,મને જેલસ કરે, મારી પ્રેમ મારી લાગણીઓ પેલા ડોગીની જેમ તને ટોર્ચર કરે તું કંટાડી જાય મારાથી
મને અવોઈડ કરે ર્હટ કરે ત્યારે હું પણ
પેલા ડોગીની જેમ દુખી થાઉજ છું,
રડું પણ છું બસ તારાવિના કે તારાથી દુર નથી જઈ શકતી.
રાજ : બસ કર મીરા ... એમ બોલીને રાજે
મીરાને પકડીને ખેંચી અને કચકચાવીને હગ
આપ્યું અને એ પણ રડી પડયો...
મીરા હગ કરેલી હાલતમાં : પણ સાંભળ ડફર મને ડોગીના સમજતો હોં, કેમકે એ ડોગી દૂર જવા છતાં પાછો આવયોતો એમ હું ઘણી વાર આવી ચુકી છું ...
પણ હવે જઈશ તો કયારેય
પાછી નહીં આવું. અને હા બીજી વાત હું
નાનપણમાં hide nd seekમાં છુપાતી તો
કોઈજ મને શોધી ન શકતું તો જયારે હું દુર
જઈશ અને ગાયબ થઈશ ,તો મને શોધવી મુશકેલ છે હોં..
એક દિવસ તારાથી અને આ દુનિયાથી એવી
ગુમ થઈ જઈશ કે મારા સિવાય કોઈને પણ
શોધી નહી મળું..
રાજ : બસ કર હવે આજે રોવડાવીનેજ મોકલીશ મને ઘરે તું! અને હા હું તને
કયારેય દુર નહીં જવા દઉ મારાથી પણ હા
તું બાઈટ ન ભરતી હોં ...
મીરા : હા એક શરત પર તું મને પટાથી ન બાંધતો તોજ હા આમ હગ કરવાની છુટ છે ...
અને બન્ને હસી પડયા... પણ મીરાના મનમાં હતું કે સાંકળથી નહીં પણ પ્રેમના બંધનમાં રાજ હમેશા માટે એને બાંધીલે ...
આકાશવાણી : કેહવાય છે કે આઝાદી દરેકને ગમે છે , પણ કેટલાક લોકોની લાઈફનું એક સપનું હોય છે કોઈ ગમતા પાત્રનાં બાહુપાશના બંધનમાં હંમેશા માટે બંધાઈ જવું..
onesided લવરસની લાઈફના ''દુખો'' આકાશમાંના તારા જેવા હોય છે.
જે ખોટી સ્માઈલનાં દિવસરુપી તાપમાં દેખાતા નથી, પણ જેવું પ્રેમ અને લાગણીઓનું અંધારુ છવાય છે એટલે એ દેખાવા લાગે છે..
કેટલાક લોકો પોતાની મનની વાત મજાકમાં
કહી દેતા હોય છે ,તો કેટલાક મજાકમાં
ઉડાવી દેતા હોય છે.. તો કેટલાકની તો
લાઈફજ એક મજાક બનીને રહી જતી હોય છે..
Need comments nd views thnku ????