Gujarati Quote in Shayri by S. V. Navya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav


             'આભ-ધરાનું મિલન'        

થાક્યો સુરજ, ઉમટ્યા મેઘ, આ ગગન સમીપે,
હવે વાયરાનો સૂકોભઠ્ઠ ના વિલાપ જોઈએ,

પ્રેમ તરસી ધરા બની ઉતાવળી કરવા સમર્પણ,
ન ફાવે લાગણી ઝરમર હવે, વરસાદ એને ધોધમાર જોઈએ,

મયૂરના મીઠા ટહુકારા સુણી, હૈયાની હેલીએ રણઝણતા તાર,
વાંછટને વંટોળીયે વીંટળાયેલો, હવે કમનીય અષાઢ જોઈએ,

ચુંબન, આલિંગન, સ્પર્શને, સિસકારા કરે ને કરાવે વરસાદી પવન,
 અસહનીય વેદના હવે ના વિરહની જોઈએ,

વરસી ધોધમાર શમાવે તૃષ્ણા, બની મેહુલિયો પ્રેમી પ્રગાઢ,
નદી, ઝરણાંના ઉપસ્યા લીસોટા, હવે વધુ ના સંતાપ જોઈએ,

ઘઉંવર્ણી ધરણી બની, લીલીછમ્મ હવેતો સાક્ષાત,
લૂંટાવી દોલત હૈયાફાટ, આભને હવેના પક્ષપાત જોઈએ,

'નવ્યા' એ મૂકેલું મિલન અધૂરું, 'નવલા નજરાણે' કરાવે પૂરું,
પ્રેમવર્ષાએ થઈ પ્રકૃતિની પ્રસુતિ, હવે સુખી કુટુંબે ના દાવાનળ જો
ઈએ,

       -વાઘેલા શિલ્પા'નવ્યા'

Gujarati Shayri by S. V. Navya : 111032070
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now