શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 

 36x yx, 2/3yx 3x (66y 12x).b =0

વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું 

'આ સમીકરણનું સોલ્યુશન  નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. '

પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું.  
'શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?'

તે વિદ્યાર્થીએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ *ભૂંસી* નાંખ્યું.

અને કહ્યું....

*'પ્રોબ્લેમ સોલ્વ્ડ સર'*

'જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો. 

*ત્રણ માર્ક*ની પાછળ
 *97 માર્ક કેમ ગુમાવવા??!!*
.
.
.
જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે.

તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે. 

દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે. 
અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ...'

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.

Gujarati Quotes by Brijesh Shanischara : 111032001
Komal Chovatiya 8 year ago

mast...thodak mate apne ghnu gumavta hoy chhi

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now