#KAVYOTSAV
ગઝલ...
જિંદગીમાં કેટલો સચવાય માણસ,
મોહમાયામાં ફસાઈ જાય માણસ.
છે હૃદયમાં દર્દ તો ભરપૂર એનાં,
તે છતાંયે બ્હારથી હરખાય માણસ.
જાત છે કેવી ખરેખર માનવીની!
ખુદના વર્તનથી ખરો પરખાય માણસ.
સાત સાગર જેટલી હિંમત છે એની,
તે છતાં દુ:ખથી સદા ગભરાય માણસ.
ઝળહળે શું દિલમાં હરપળ જાણવાને,
જિંદગીભર ભીતરે ભટકાય માણસ.
શું છે ખોટું ને ખરું આ જિંદગીમાં?
વાત સાચી જાણવા મૂંઝાય માણસ.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)