#Kavyotsav
કોઈ આંખોમાં ખુશી કોઈ આંખોમાં લાલી છે
તારા મારા પ્રેમની વાત જ્યાં જ્યાં ચાલી છે,
ના પુછતી સનમને કે એને કોણ કોણ ગમે છે
ગમે છે બધા પણ તુજ સૌથી વધારે વ્હાલી છે,
યાદો તારી હવે આ દિલના ઝરુખે ડોકાય છે
આખોને ખોલી જોઉં છું ત્યાં ઝરુખો ખાલી છે,
પરી છે પરીલોકની તું ઈન્દ્રલોકની અપ્સરા છે
તુજ સમું દિવસનું તેજ રાતની ચાંદની કાલી છે.
- દિપેશ ખેરડીયા