ગઝલ...
જો અહમને દિલથી ઠુકરાવી શકું,
જિંદગીને તોજ ખીલાવી શકું.
કર્મ જો સુંદર કરું જીવનમાં તો,
મારી કિસ્મતને હું ચમકાવી શકું.
કાંઇ એવું દેજે ઈશ્વર તું મને,
બાળપણને પાછું બોલાવી શકું.
આપ તારી સૌ ખુદાઈ ઓ ખુદા,
દીનજનનું ભાગ્ય બદલાવી શકું.
લાગણી 'ધબકાર' માં છે કેટલી,
લોકને દિલ ખોલી બતલાવી શકું.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)