#kavyotsav
સજોડે એકલા
હું ને તું, તું ને હું.
મારા વિના તું ને તારા વિના હું.
જો ભળી જઈએ એકમેકમાં
બની જઈએ એક શક્તિ
હું રહું તારી સાથે, તું રહે મારી સાથે
છતાં
રહીએ નહીં સાથે સાથે
આ તે કેવો સંબંધ?
શું આપણે છીએ સજોડે?
કે છીએ એકલા?
કે પછી
સજોડે એકલા..!!!
-પૃથ્વી