માધવે બાર વર્ષ ની વયે જ્યારે વૃજ છોડ્યું.. અનેં મથુરાગમન કર્યુ ત્યારે.. માધવ એમનાં સંદેશા વૃજવાસી ઓ નેં ઓધાજી દ્વારા મોકલતાં..ત્યારે ગોપીઓનાં માધવ વિરહ નેં જોઈ ઓધાજી ગોપીઓનેં લાલા નું સ્મરણ કરવાની સલાહ આપી.. ત્યારે ગોપીઓ એ વળતો જવાબ આપ્યો કે..અમારે ધ્યાન અનેં સ્મરણ લાલા નેં યાદ કરવા નથી કરવું પડતું.. પણ.. એનેં ભૂલવા કરવું પડે છે.. કેટલી ચરમસીમા નોં પ્રેમ.... જેમાં ભૂલવા માટે સ્મરણ થાય છે.. આ આવિષ્કાર વૃજની ગોપીઓ જ કરી શકે.. મીસ મીરાં.. અનેં એનાં માટે.. ધીરજ ની સાથે આરાધના હોવી જોઇએ..