જ્યારે મારી આંખો માં
જોઈને તું આમ મલકાય છે
હદય મારૂ કેમ અંદર
અંદર જ હરખાય છે
વિચારૂ છું કયારેક સામુ સ્મિત
હું પણ આપું પણ
તને ખોવાની બીક થી
હોંઠ પણ પાછાં ગરકાય છે
શમણાં ઑ મા કેમ
ખાલી તારા જ પ્રતીકો વરતાય છે ?
ખુલ્લી આંખે જો જોવ શૂન્યમાં
તો પણ તારા એકડા જ વંચાય છે
જો હોય તુ સાથે તો મીત્રતા
ને હોય જો એકાંત તો પ્રેમ
હે મીત્ર આપણી મીત્રતા મા
તને પણ આવું કઇ થાય છે ?