કેટલાક ભ્રમો સાથે વિતાવી દિઘી જીંદગી
ન મળ્યુ ઘણુ તોય નિભાવી દિઘી જીંદગી।
ઝાંકળ, વાદળ, સમુદ્ર માં આસું જોયા કાયમ
વેદનાઓ સાથે મે સરખાવી દિઘી જીંદગી।
વિરાસત આપી દુઃખોની તેણે, પછી શું કરવુ
અશ્રુઓની આગ થી સળગાવી દિઘી જીંદગી।
બારી, દરવાજા ખુલ્લા રાખ્યા સુખો માટે
તુટેલી ભીંતોથી પણ સજાવી દિઘી જીંદગી।
બદલો લેવો હતો તે લઇ લીધો આજે મે
મૌત ને હાથેજ આજ મિટાવી દિઘી જીંદગી।