વાહ રે દુનિયા...
આજે એક હારેલ યોદ્ધા સલામ કરે છે તને.
તારી સાથે યુદ્ધ હતું મારું એ વાત પર કે...
અનંત લાગણી અને સમર્પણનો મહાસાગર અર્પી ને 'એને' હું તારામાં કદી નહિ ભળવા દઉં...
પણ અંતે જીત થઈ તારી અને તેં 'એને' તારામાં ભેળવી જ દીધી...
હા... એ પણ સાચું છે કે...
હે દુનિયા, મેં તારી સાથે યુદ્ધ 'એના' વિશ્વાસે તો આરંભ્યું હતું...
પણ, ખબર ન હતી કે વિશ્વાસની આ લડાઈમાં છેલ્લે સુધી જીત માટે તરફડીયા મારા દેહને 'એના' તરફથી લાગણીના જળનું એક બુંદ પણ નસીબ નહિ થાય...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'