Gujarati Quote in Whatsapp-Status by Mitesh Goswami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું સાથે રહેશે ને? 
આવો સવાલ 
નથી તેં પૂછ્યો, નથી મેં...

એ દિવસે તું લાવેલો એ ગુલાબ
મેં કૂંડામાં વાવી દીધેલું
તે એનાં પર રોજ નવી પાંદડી ઉગે છે

હવે
આપણે કોરા કાગળ પર દોરેલા સૂરજને
બેઉનાં આંગણે વાવી દેવાનો છે
અને એમાં પૂરેલા સાંજનાં સિંદૂરી રંગને 
ક્ષિતિજ પર વેરી આવવાનો છે

તારે મને મળવું હોય
કે મને તને મળવું હોય
એ પ્રત્યેક પળ
સપ્તપદીની પળો છે

તને ખબર છે? 
એક સંબંધને લાંબુ જીવવા માટે શું જોઇએ? 
પ્રેમ, સમજણ, રોમાંચ, સમય અને પરિપક્વતા...

ચિંતા નહીં કરતો 
આ પાંચે ય આપણાં કહ્યામાં રહેશે

આપણાં બેઉ કરતાં 
એ વધારે ઓબિડિયન્ટ છે....!!!


મિત-7016228505

Gujarati Whatsapp-Status by Mitesh Goswami : 111030149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now