પરિવાર એટલે શું???
તમને લાગશે કે પરીવાર વિશે લખવામાં શુ મોટી વાત...
પણ પરિવાર ને લઈને બધા ના મંતવ્યો અલગ અલગ હોય છે...
કોઈ ના માટે ફક્ત સાથે રહેવું એ પરિવાર છે એટલે કે એવો પરિવાર કે જે સાથે રહે છે પણ સાથ આપતા નથી...
તો કોઈ ના માટે પરિવાર એટલે ભલે દૂર રહેતા હોય પણ મુસીબત ના સમયે એક જૂથ થઈને બહાર નીકળવાનું ....તે પરિવાર....
પરિવાર માં બધા સાથે જ રહેવું જરૂરી નથી...
તેમાં વિશ્વાસ,પ્રેમ,લાગણી,માન, સન્માન...ખૂબ જરૂરી હોય છે જો આમાંથી કોઈ એક ની પણ કમી હોય ને તો તે પૂર્ણ પરિવાર ના બની શકે...
'ક્યારેક એવું બને કે કોઈ અન્ય વ્યક્તિ તમને તમારા પરિવાર ના કોઈ સભ્ય વિશે કહી જાય ....'
પણ જો તમારામાં તમારા પરિવાર ના સભ્યો પ્રત્યે વિશ્વાસ,પ્રેમ,માન, લાગણી હોય ને તો કોઈ ની તાકાત નથી કે તમારા પરિવાર ને તોડી શકે...
તો હવે નિર્ણય તમારે લેવાનો છે તમારે કેવો પરિવાર જોઈએ છે...ખાલી સાથે રહેવા પૂરતો કે પછી દરેક મુશ્કેલી માં સાથ આપનાર મજબૂત પરિવાર જોઈએ છે ???
-યોગી ઠક્કર