શમણાની એ શેહઝાદી છે,
કલ્પનાઓની મલ્લિકાથી નવાઝી છે...
એક અજબ અનોખી પહેલી છે,
જેને સમજાણી એણે જ ઉકેલી છે...
સૌ સમજે કે એ બોલવાની છે ચોર,
અરે યારો એ બોલે તો લાગે બોલાવ્યા મોર...
ઝીલના કમળની કોમલ કળી,
જેણે કળી એણે કળી બાકી કળી કળીને શું કળી?
નીજ સૃષ્ટિમાં રહેતી એ હર પલ,
કોઇને ના કળવા દેતી હાલ-એ-દિલ...
ચંચલ, ચુલબુલી,નાજૂક નમણી નિવ્યા,
એની મસ્તીમાં ના જીવ્યા તો શું જીવ્યા...