મને કેટલું ગમે છે !!!
તારું ખુલી ઝુલ્ફોમાં આંગળીઓ પરોવીને રોજ રમવું ,
તારા દરેક સ્પર્શમાં મારા દિલને તારા જ વિચારોમાં ફરવું.
કેમ કહું તને મને કેટલું ગમે છે !!!
તારું દાંતની વચ્ચે હોઠ દબાવીને તેને મચકોડવું ,
તારા હોઠનાં મીઠાં દર્દને માણીને મારુ મલકવું.
કેમ કહું તને મને કેટલું ગમે છે !!!
તારું મંદિરમાં બિછાવેલા પુષ્પો પર ખુલ્લા પગે ચાલવું ,
તારા પગલાંની ભીની સુવાસને પુષ્પ બની મારે માણવું.
કેમ કહું તને મને કેટલું ગમે છે !!!
તારું બગીચામાં મારી રાહ જોતાં કલાકો સુધી ઊભા રહેવું ,
તારા પરિશ્રમની અવહેલના કરીને મારુ તને 'નૌટંકીબાઝ' કહેવું .
કેમ કહું તને મને કેટલું ગમે છે !!!
તારું નાના બાળકો સાથે મને રમતા જોઈને સહેજ મલકવું ,
તારા મલકતાં ચહેરાને જોઈને મારુ એક જ જન્મમાં સો વાર મરવું.
કેમ કહું તને મને કેટલું ગમે છે !!!
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
MO :- 9106850269