#THANKYOUTEACHER
'શિક્ષક કભી સાધારણ નહિ હોતા'. જ્યારે શિક્ષક વિશે કઈ વાત નીકળે ત્યારે ચાણક્યની આ પંક્તિ વાયુવેગે વિચારોમાં વહેવા લાગે. સ્લેટથી લઈ ફુલસ્કેપના ચોપડા સુધી, દેશીહિસાબથી લઈ અને નવલકથા સુધીની સફરમાં જેને મારી આંગળી પકડી છે એ તમામ મારા ગુરુ છે. જન્મથી માંડી આ ઉંમર સુધી ઘણાં શિક્ષકો મળ્યા, માતા પિતાથી શરૂ કરીએ તો જેની પાસેથી કંઈકને કંઈક શીખવા મળ્યું એ તમામ શિક્ષકોનો આભાર. હું સદાય મારા ગુરુજનોનો ઋણી છું, અને એમનો ઋણી રહીશ. ભલે હવે ખભે દફતર નથી, ભલે શાળા કૉલેજમાં જવાનું નથી, પણ મારા ગુરુજનો આજે પણ મારી પડખે ઊભા છે એનું ગર્વ છે મને. નતમસ્તક વંદન મારા ગુરુજનોને.
નીરવ પટેલ 'શ્યામ'